Friday, December 3, 2010

Gujarati Poems

:-----------------------------------------------
કઈં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે,
ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે.

જુદાઈ જિંદગીભરની કરી રો રો બધી કાઢી,
રહી ગઈ વસ્લની આશા અગર ગરદન કપાઈ છે.

ઘડી ના વસ્લની આવી, સનમ પણ છેતરી ચાલી;
હજારો રાત વાતોમાં ગુમાવી એ કમાઈ છે.

:-----------------------------------------------
કોઇ સ્મિતેસ્મિતે સળગે છે, કોઇ રડીને દિલ બહેલાવે છે.
કોઇ ટીપેટીપે તરસે છે, કોઇ જામ નવા છલકાવે છે.
સંજોગોના પાલવમાં છે બધું, દરિયાને ઠપકો ના આપો.
એક તરતો માણસ ડૂબે છે, એક લાશ તરીને આવે છે.
:-----------------------------------------------
ખરીદે જો કોઈ તો આ કફન વેચવું છે,
કોડીની કિંમતે હવે જીવન વેચવું છે,
એનાથી જીંદગીના અર્થો નથી સર્યા,
એથી જ આજ મારે સપનું વેચવું છે.

:-----------------------------------------------
કંઈક કેટલાય દિવસોની વાત બાકી છે
તને કરવાની ફરિયાદ બાકી છે;
મને તો બોલવાની આદત હતીજ નહીં
પણ એ "તુ બોલ" સાંભળવાની
ને "કંઈ નહિ" બોલવાની
કંઈક કેટલાય દિવસોની વાત બાકી છે...

સમય બદલાયો સંજોગ બદલાયા
આપણી મૈત્રીનું સ્વરુપ પણ બદલાયુ!
પણ એ સંગાથ હજુ સાથે છે
કે તને કરવાની ફરિયાદ બાકી છે!
કંઈક કેટલાય દિવસોની વાત બાકી છે...

:-----------------------------------------------
જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઇ
મન પ્રેમનું ડામાડોળ થયું ને રૂપની ચર્ચા જાગી ગઇ

અરમાનોએ લીધી અંગડાઇ અને ઉંઘતી આશા જાગી ગઇ
સંભળાયો તમારો રણકો ત્યાં સંગીતની દુનિયા જાગી ગઇ

જોઇને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો
વિખરાઇ તમારી ઝુલ્ફો તો રજનીની મહત્તા જાગી ગઇ

ઊર્મીનાં ગુલાબો ખીલી ઉઠ્યાં, આવી ગઇ ખુશ્બુ જીવનમાં
સ્વપ્નું તો નથી જીવન મારું એવી મને શંકા જાગી ગઇ

જ્યાં આંખ અચાનક ઉઘડી ગઇ જોયું આતો સ્વપ્ન હતું
પોઢી ગઇ જાગેલી આશા, જીવંત નિરાશા જાગી ગઇ.
:-----------------------------------------------
પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી.

દયામાં પણ નથી હોતી, દિલાસામાં નથી હોતી,
કહે છે જેને શાંતિ દિલની, દુનિયામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી તે મદીરામાં નથી હોતી.

મજા ક્યારેક એવી હોયે છે ‘ના’માં પણ,
અનુભવ છે કે એવી સેંકડો ‘હા’માં નથી હોતી.

જઈને તૂર ઉપર એમણે સાબિત કરી દીધું;
કે આદમ જેટલી હિંમત ફરિશ્તામાં નથી હોતી.

તમારી આ યુવાનીની બહારો શી બહારો છે !
બહારો એટલી સુંદર બગીચામાં નથી હોતી.

અરે આ તો ચમન છે, પણ યદિ વેરાન જંગલ હો,
કહો જ્યાં જ્યાં તમે હો છો મજા શામાં નથી હોતી ?

મોહબ્બત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે,
મોહબ્બત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી.

ગઝલ એવીય વાંચી છે અમે ‘લીલા’ની આંખોમાં,
અલૌકિક-રંગમય જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.
:-----------------------------------------------
:-----------------------------------------------
cool_cute_clever@yahoo.co.in
:-----------------------------------------------
:-----------------------------------------------

No comments:

Post a Comment